Posts

Showing posts from 2017

સ્ટાફ ટ્રેઇનિંગ

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન વિદ્યાર્થીઓને પ્રવૃત્તિના માધ્યમ દ્વારા શિક્ષણ મળી રહે તેના માટે સતત પ્રયાસો કરે છે. જેમાં પ્રાથમિક વિભાગના તમામ શિક્ષકોને દર 15 દિવસે પ્રવૃત્તિના માધ્યમથી અલગ અલગ તજજ્ઞો દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવે છે. જેમના તજજ્ઞો... (1) યતીનભાઈ રાવલ (પ્રિન્સિપાલ) (2) સંજયભાઈ જોષી (પ્રિન્સિપાલ) (3) રાજુભાઈ પૈજા (4) વિનોદભાઈ વસીયાણી

" ટિચર્સ ટ્રેઇનિંગ"

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દર 15 દિવસે શિક્ષક ટ્રેઇનિંગનું આયોજન કરે છે જેમાં આજરોજની પ્રથમ સત્રની અંતિમ ટ્રેઇનિંગ હતી. જે ખૂબ જ મહત્વની અને વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી હતી. પ્રથમ સત્રમાં વકતાશ્રીઓ દ્વારા, 📘  શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ? 📙 વિદ્યાર્થીઓ અને શિક્ષકનો સંબંધ કેવો હોવો જોઈએ? 📕 પરીક્ષામાં વિદ્યાર્થીઓને કઈ રીતે રિવિઝન કરાવવું તે અંગે શિક્ષકોને માહિતગાર કર્યા હતા. 📃  દ્વિતીય સત્રમાં તમામ શિક્ષકોએ સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કર્યું હતું. 🖥  તૃતીય સત્રમાં લાગણીથી ભરપૂર મોટીવેશનલ વિડીયો કે જેમાં શિક્ષકનું સ્થાન કઈ જગ્યા પર છે તે અંગે અમિતાભ બચ્ચન દ્વારા વક્તવ્ય સાંભળ્યું હતું. આજની આ ટ્રેઇનિંગની સુંદર તસવીરો...

પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેઇનિંગ

Image
આજની પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેઇનિંગના મહેમાન શ્રી પ્રતિકભાઈ કાછડિયા કે જેઓએ શિક્ષકોને અત્યારની શિક્ષણ પ્રણાલીની માહિતી આપી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે પોઝીટીવ બનવાની સલાહ આપી હતી તથા અન્ય વકતા શ્રીઓ રાવલસાહેબ, ભાવિકભાઈ રૈયાણી અને રાજુભાઇ પૈજા કે જેમણે પ્રત્યક્ષ પ્રવૃતિઓ કરાવી હતી અને આ પ્રવૃતિઓ વર્ગખંડ સુધી પહોંચે તેવા હેતુથી આ દર 15 દિવસે ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે.આજની ટ્રેઇનિંગની યાદગાર ક્ષણો..

"ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર" June 2017

Image

શિક્ષક ટ્રેનિંગ

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમા દર 15 દિવસે પ્રાથમિક વિભાગના શિક્ષકોની પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં બોળકોને અભ્યાસલક્ષી પ્રવૃત્તિના માધ્યમથી શિક્ષણ કેમ આપવું તે અંગેની પ્રત્યક્ષ ટ્રેનિંગ નવયુગ સ્કૂલના ટ્રેનરો *શ્રી રાવલસર, રૈયાણીસર, રાજુસર અને પુરોહિતસર* દ્વારા આ ટ્રેનિંગ શિક્ષકોને આપવામાં આવે છે. આ ટ્રેનિંગની અમુક ઝલકો....

આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી

Image
આજ રોજ નવયુગ ગૃપ ઓફ કોલેજ દ્વારા આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી ના વ્યાખ્યાન નું આયોજન પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ ની અધ્યક્ષતામાં ક રવામાં આવ્યું. જેમાં આચાર્ય શ્રી એ ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ઇશ્વરીય નિયમો, વર્તમાન સમય ના મુલ્યો વગેરે વાતો ને આવરી લેતુ પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું. આ વ્યાખ્યાન ગ્રહણ કરતી વિદ્યાર્થીનીઓની સુંદર તસવીરો.... ​

"Enjoy Exam સેમિનાર"

Image
આજરોજ નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના મોટિવેશન સેમિનારનું આયોજન નવયુગ સંકુલ ખાતે કરવામાં આવ્યું જેમાં સેમીનારના વક્તા શ્રી વિપુલભાઈ, કેતનભાઈ,તરૂણભાઈ અને કિશોરસિંહ એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બતાવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભર્યો હતો. જેથી પરીક્ષાના સમયગાળા દરમ્યાન આનંદથી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ દરેક વક્તાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યના પથ દર્શક બન્યા તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.

"પ્રવૃત્તિ શિક્ષણ ટ્રેનિંગ"

Image
નવયુગ સંકુલ ખાતે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેનિંગ હતી. જેમાં ટ્રેનરો શ્રી રાજુભાઈ પૈજા, રાવલ સર, પુરોહિતસર તથા રૈયાણીસર હતા.  જેમણે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રવૃત્તિના માધ્યમથી ભણાવવા માટેની અવનવી પ્રવૃતિઓ પ્રત્યક્ષ કરાવી હતી. આ ટ્રેનિંગના માધ્યમથી પ્રવૃત્તિ ક્ષેત્રે ઝડપથી આગળ વધતી નવયુગ સ્કૂલનું ભાવિ ઘડતા શિક્ષકોની ટ્રેનિંગની અમુક યાદો....