Posts

Showing posts from January, 2017

આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી

Image
આજ રોજ નવયુગ ગૃપ ઓફ કોલેજ દ્વારા આર્યસમાજ ના વિદ્વાન સંત શ્રી આર્યનરેશજી ના વ્યાખ્યાન નું આયોજન પ્રમુખ શ્રી પી. ડી. કાંજીયા સાહેબ ની અધ્યક્ષતામાં ક રવામાં આવ્યું. જેમાં આચાર્ય શ્રી એ ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ઇશ્વરીય નિયમો, વર્તમાન સમય ના મુલ્યો વગેરે વાતો ને આવરી લેતુ પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું. આ વ્યાખ્યાન ગ્રહણ કરતી વિદ્યાર્થીનીઓની સુંદર તસવીરો.... ​

"Enjoy Exam સેમિનાર"

Image
આજરોજ નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના ધોરણ-10 અને 12 ના વિદ્યાર્થીઓના મોટિવેશન સેમિનારનું આયોજન નવયુગ સંકુલ ખાતે કરવામાં આવ્યું જેમાં સેમીનારના વક્તા શ્રી વિપુલભાઈ, કેતનભાઈ,તરૂણભાઈ અને કિશોરસિંહ એ વિદ્યાર્થીઓને ભવિષ્ય બતાવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભર્યો હતો. જેથી પરીક્ષાના સમયગાળા દરમ્યાન આનંદથી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ દરેક વક્તાઓ વિદ્યાર્થીઓના ભવિષ્યના પથ દર્શક બન્યા તે બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે.

"પ્રવૃત્તિ શિક્ષણ ટ્રેનિંગ"

Image
નવયુગ સંકુલ ખાતે નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલના પ્રાથમિક વિભાગના શિક્ષકોની ટ્રેનિંગ હતી. જેમાં ટ્રેનરો શ્રી રાજુભાઈ પૈજા, રાવલ સર, પુરોહિતસર તથા રૈયાણીસર હતા.  જેમણે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રવૃત્તિના માધ્યમથી ભણાવવા માટેની અવનવી પ્રવૃતિઓ પ્રત્યક્ષ કરાવી હતી. આ ટ્રેનિંગના માધ્યમથી પ્રવૃત્તિ ક્ષેત્રે ઝડપથી આગળ વધતી નવયુગ સ્કૂલનું ભાવિ ઘડતા શિક્ષકોની ટ્રેનિંગની અમુક યાદો....