Posts

Showing posts from December, 2016

શિક્ષક પ્રશિક્ષણ

Image
નવયુગ સંકુલ અને નવયુગ વિદ્યાલયના પ્રાથમિક વિભાગના શિક્ષક પ્રશિક્ષણનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રશિક્ષણના ટ્રેનર શ્રી રાવલ સર, રાજુભાઈ  પૈજા અને રૈયાણી સર દ્વારા પ્રવૃત્તિના માધ્યમથી કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગેનું જ્ઞાન પીરસવામાં આવ્યું અંતમાં નવયુગ સ્કૂલના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયા સર દ્વારા વધુને વધુ સરળ રીતે પ્રવૃત્તિના માધ્યમથી બાળકને અભ્યાસ કરાવી વધુ સમય સુધી યાદ કઈ રીતે રાખી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવી મિટિંગનું સમાપન કરવામાં આવ્યું.આ પ્રશિક્ષણની તસવીરો.....

માર્ગદર્શન સેમિનાર

Image
આજરોજ નવયુગ સંકુલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ધોરણ,10 તથા 11,12 સાયન્સ અને 12 કોમર્સના વિદ્યાર્થીઓનો માર્ગદર્શન સેમિનાર યોજાયો જેના વક્તા શ્રી  પ્રતીક સર કે જેમણે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના સફળ વ્યક્તિઓના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા હતા. આ પ્રકારના માર્ગદર્શન સેમીનારથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યનો માર્ગ મળી રહે અને વિદ્યાર્થી પોતાની રીતે આગળ વધી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. ટ્રેનર શ્રી પ્રતીકસરને આજના સેમિનારમાં હાજરી આપવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી.કાંજીયાસર આભાર વ્યક્ત કરે છે....

"ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર" June 2016

Image
 "ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર" જેમાં પ્રથમ સત્રના વક્તા શ્રી પ્રકાશભાઈ સુથાર કે જેઓ પ્રખ્યાત લેખક છે.અને જયભાઈ વસાવડા જેમનો પરિચય આપું તોઓ નામચિહ્ન લેખક છે અને મોટીવેસનના ઘણા સેમિનાર તેમણે કરેલા છે.આ ટીચર્સ ટ્રેનિંગ સેમિનારથી શિક્ષકમાં નવું અપડેશન થશે અને આ જ્ઞાનનો ભંડોળ બાળકો સુધી પહોંચાડી સતત બાળકો કાંઈક નવુંજ મેળવતા રહે તે હેતુથી આ સેમિનાર કરવામાં આવે છે,  વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયા કે જેઓ મોટીવેશનલ ટ્રેનર છે અને રાજકોટ (SPIPA)ના ડાયરેક્ટર છે સાથે તેઓ પ્રખ્યાત નામાંકિત લેખક છે કે જેમના પુસ્તકો વાંચવા લોકો સતત આતુર હોય છે,આ પ્રકારના લેખક શ્રી શૈલેષભાઈ સગપરિયા સાહેબે તમામ શિક્ષકોમાં આત્મવિશ્વાસ ભરીને વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનાર શિક્ષકોને જ્ઞાનનો ભંડોળ પિરસીને જ્ઞાનવૃદ્ધ કર્યા