Posts

Showing posts from September, 2017

" ટિચર્સ ટ્રેઇનિંગ"

Image
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દર 15 દિવસે શિક્ષક ટ્રેઇનિંગનું આયોજન કરે છે જેમાં આજરોજની પ્રથમ સત્રની અંતિમ ટ્રેઇનિંગ હતી. જે ખૂબ જ મહત્વની અને વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી હતી. પ્રથમ સત્રમાં વકતાશ્રીઓ દ્વારા, 📘  શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ? 📙 વિદ્યાર્થીઓ અને શિક્ષકનો સંબંધ કેવો હોવો જોઈએ? 📕 પરીક્ષામાં વિદ્યાર્થીઓને કઈ રીતે રિવિઝન કરાવવું તે અંગે શિક્ષકોને માહિતગાર કર્યા હતા. 📃  દ્વિતીય સત્રમાં તમામ શિક્ષકોએ સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કર્યું હતું. 🖥  તૃતીય સત્રમાં લાગણીથી ભરપૂર મોટીવેશનલ વિડીયો કે જેમાં શિક્ષકનું સ્થાન કઈ જગ્યા પર છે તે અંગે અમિતાભ બચ્ચન દ્વારા વક્તવ્ય સાંભળ્યું હતું. આજની આ ટ્રેઇનિંગની સુંદર તસવીરો...

પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેઇનિંગ

Image
આજની પ્રવૃત્તિ શિક્ષણની ટ્રેઇનિંગના મહેમાન શ્રી પ્રતિકભાઈ કાછડિયા કે જેઓએ શિક્ષકોને અત્યારની શિક્ષણ પ્રણાલીની માહિતી આપી હતી સાથે સાથે વિદ્યાર્થીઓ પ્રત્યે પોઝીટીવ બનવાની સલાહ આપી હતી તથા અન્ય વકતા શ્રીઓ રાવલસાહેબ, ભાવિકભાઈ રૈયાણી અને રાજુભાઇ પૈજા કે જેમણે પ્રત્યક્ષ પ્રવૃતિઓ કરાવી હતી અને આ પ્રવૃતિઓ વર્ગખંડ સુધી પહોંચે તેવા હેતુથી આ દર 15 દિવસે ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવે છે.આજની ટ્રેઇનિંગની યાદગાર ક્ષણો..